મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ યોજાવા માટે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો


SHARE













મોરબીમાં કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ યોજાવા માટે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો

કોરોના બાદ આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ કે દસ વર્ષના બાળકથી લઈને 35 વર્ષના યુવાનનું હૃદય રોગના સ્ટોકથી માત્ર પાંચ જ મિનિટમાં મૃત્યુ થઈ જતું હોય છે. જો આ સંજોગોમાં હુમલાબાદની પાંચ મિનિટમાં જો કોઈ દ્વારા તે વ્યક્તિને સીપીઆર આપી હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો કદાચ તેની બચી જવાની શક્યતાઓ રહેલી હોય છે જેથી મોરબીમાં કોઈપણ સ્થળે આ ટ્રેનિંગ કોઈ પણ સંસ્થા કે પછી એસો.એ યોજવી હોય તો તે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખનો સંપર્ક કરી શકે છે.

મોરબીના વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજકોટની ગોકુલ હોસ્પિટલ સાથે સંકલન કરી મોરબી ખાતે CPR ટ્રેનિંગ ગોઠવવાનું આયોજન કરેલ છે. જેમાં કોઈપણ એસોસિએશન, ક્લબ, શાળા, કોલેજ, ફેક્ટરી તેમજ આપણા સારા પ્રસંગોએ ભેગા થતા વધુમાં વધુ લોકોને હૃદય રોગથી બચવા તેમજ જો કોઈને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તો પ્રાથમિક CPR પદ્ધતિથી સારવાર કઈ રીતે આપવી તે અંગે રાજકોટની ગોકુલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો આપના જે તે સ્થળે ટ્રેનિંગ આપીને માનવ જિંદગીને બચાવવામાં મદદરૂપ થશે. જેથી કરીને કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ ગોઠવવા ઇચ્છતા હોય તો વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડો.પરેશ પારીઆનો મોબાઈલ નંબર 8732918183 પર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News