મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે


SHARE













મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે

મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીએ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં થોડા દિવસો પહેલા સરેન્ડર કર્યું હતું જેથી કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા જો કે, તપાસનીસ અધિકારીએ આરોપીઓનો કોર્ટમાંથી કબજો લઈને પંદર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં ત્રણેય આરોપીઓને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી હતા અને આ ત્રણેય આરોપીઓરાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં થોડા દિવસો પહેલા સરેન્ડર કર્યું હતું જે આરોપીનો જેલમાંથી કબ્જો લઈને તપાસનીસ અધિકારી દ્વારા તેના 15 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21 ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં 30/9/21 ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને ગત તા 25/11/24 ના રોજ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને  કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ તેમા મુખ્ય સુત્રાધાર આરીફ ગુલમામદભાઇ ધોળા, મકસુદ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાનો સમાવેશ થતો હતો.

કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન આરોપીઓ નાસતા ફરતા હતા ત્યારે કયા રોકાયા હતા અને કોણે આસરો આપેલ હતો તે સહિતના માહિતી સામે આવેલ છે જેને આગામી દિવસોમાં ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે, હાલમાં આ ત્રણેય આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને રાજ્યની જુદીજુદી જેલમાં ખસેવામાં આવેલ છે જેમાં આરીફ ગુલમામદભાઇ ધોળાને અમદાવાદ સાબરમતી જેલ, મકસુદ ગફુરભાઇ સમાને પોરબંદરની જેલ અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાને બરોડાની જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News