મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામ નજીક રાજસ્થાનના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા


SHARE













મોરબીના અણીયારી ગામ નજીક રાજસ્થાનના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (35) નામના મહિલાએ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ દેસાઈના ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇ (35) ને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં મરવામાં આવ્યા હતા જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા ચલાવી રહ્યા છે.






Latest News