મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

ગુજરાતમાં ક્ષત્રિયોની રાજકીય ક્ષેત્રે ઘોર ઉપેક્ષા સહિતના મુદાઓનો જવાબ આપવા યોજાશે મહાસંમેલન: મોરબીમાં આવેલ ડો.રાજસિંહ શેખાવતનું આહ્વાન


SHARE













ગુજરાતમાં ક્ષત્રિયોની રાજકીય ક્ષેત્રે ઘોર ઉપેક્ષા સહિતના મુદાઓનો જવાબ આપવા યોજાશે મહાસંમેલન: મોરબીમાં આવેલ ડો.રાજસિંહ શેખાવતનું આહ્વાન

ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજસિંહ શેખાવત મોરબી જીલ્લામાં આવ્યા હતા ત્યારે મોરબી અને હળવદમાં તેઓના જુદાજુદા બે કાર્યક્રમ યોજાયા હતા અને આગામી સમયમાં જે સંમેલન ગુજરાતમાં યોજવાનું છે તેમાં વધુમાં વધુ ક્ષત્રિય સમાજના લોકો આવ તેના માટે રૂબરૂ આમંત્રણ આપવા માટે ડો. રાજસિંહ શેખાવત આવ્યા હતા અને કહ્યું હતું કે, ક્ષત્રિયોની રાજકીય ઘોર ઉપેક્ષા સહિતના મુદાઓનો જવાબ આપવા માટે આગામી દિવસોમાં સંમેલન થવાનું છે.

મોરબી જીલ્લામાં આવેલ હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ પાસે અને મોરબી નજીક માળિયા હાઈવે પર ઉમિયા પરોઠા હાઉસની પાછળ આવેલા ટિંબાવાળી મેલડી માતાજી મંદિર પહોંચ્યા હતા. ત્યારે મોરબી જિલ્લાના ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યાર બાદ મોરબી આવેલ ડો. રાજસિંહ શેખાવતએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાતનાં તમામ જિલ્લા અને તાલુકામાં ક્ષત્રિય કરણી સેનાનું સંગઠન છે અને છેલ્લા બે મહિનાથી ગુજરાતનાં ગામે ગામ લોકોનો સંપર્ક કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં અમદાવાદ ખાતે જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતમાં 31 ટકા ક્ષત્રિયો છે તેને એક મંચ ઉપર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહી છે કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી ક્ષત્રિયોની રાજકીય ક્ષેત્રે ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને લોકસભાની ચૂંટણી વખતે ટિકિટ રદ કરવાની માંગ કરી હતી તે રદ કરી ન હતી તે સહિતના જે મુદાઓ છે તેનો જવાબ આપવા માટે આગામી સમયમાં ગુજરાતમાં મહાસામેલન થવાનું છે. જેમાં મોરબી જિલ્લામાંથી પણ ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવે તેના માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.






Latest News