મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે: કાંતિભાઇ અમૃતિયા


SHARE













મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી પાસે આજે લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ સહિતના 66 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, “ જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે, જો કોઈ નબળું કામ કરશે તો તેની  સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જીલ્લામાં ધડોધડ મંજૂર કરવામાં આવેલ કામના ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને કામ પૂરા થયા પછી તેના લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે મોરબીના આવેલ ત્રાજપરમાળિયા-વનાળીયાજવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામોમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપરાંત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોકબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, જયોતિસિંહ જાડેજા, સુરેશભાઇ સિરોહીયા, મનુભાઈ સરેસા તેમજ ગૌતમભાઈ સોલંકી સહિતના હજાર રહ્યા હતા.

ત્યારે એક કરોડથી વધુના ખર્ચ બનાવવામાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચારેય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનીટી હોલભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ, પેવરબ્લોક, કોઝવેના કામ વિગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે જીલ્લામાં જે સરપંચો, કોન્ટ્રાકટરો અને અધિકારીઓએ દ્વારા સારું કામ કરવામાં આવશે તેઓનું સન્માન કરવામાં આવશે અને નબળું કામ કરવામાં આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત તેઓએ સરકારો દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને જે યોજના અમલમાં મૂકવામાં આવી છે તેનો લાભ લેતા પહેલા દર્દીએ પણ બે થી ત્રણ જગ્યાએ સચોટ નિદાન કરાવવું જોઇએ પછી સરકારી યોજનાનો લાભ લઈને સારવાર કરાવવી જોઈએ તેવી ટકોર કરી હતી.






Latest News