ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં ખેડૂતે પોતાના ખેતર પાસે બાઈક ઊભું રાખ્યું હતું જ્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયેલા બે શખ્સોએ તેને બાઈક દૂર કરવા માટે કહ્યું હતું જેથી ખેડૂતે પાંચ મિનિટમાં બાઈક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા તેને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલસાનગરની અંદર રહેતા રિયાઝુદ્દીનભાઈ રહીમભાઈ ભોરણિયા જાતે મોમીન (૩૦) એ હાલમાં નંદાભાઈ નવઘણભાઈ ભરવાડ અને ભરતભાઈ નવઘણભાઈ રહે. બંને તીથવા ગામ વાળાની સામે તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના હમીર તરીકે ઓળખાતા ખેતરે પોતાનું બાઇક લઇને ગયા હતા અને ખેતર પાસે તેઓએ પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું ત્યારે ત્યાંથી નંદાભાઈ અને ભરતભાઈ કડ ભરેલું ટ્રેકટર લઇને પસાર થઇ રહ્યા હતા અને ફરિયાદી યુવાન રિયાઝુદ્દીનભાઈને તેનું મોટરસાયકલ લઈ લેવા માટે કહ્યું હતું જેથી કરીને તેઓએ પાંચ મિનિટમાં બાઇક લઇ લેવા માટે કહ્યું હતું જેથી તે બંને આરોપી ઉશ્કેરાઈ ગયેલા હતા અને નંદાભાઈ અને ભરતભાઈ દ્વારા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભરતભાઈએ લાકડાના ધોકા વડે તેને ડાબા પગમાં માર માર્યો હતો અને નંદાભાઈએ મુંઢ માર મારી ઈજા કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલા રિયાઝુદ્દીનભાઈએ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News