મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ  દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ ઉપર બીરાજશે અને તેની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથામાં સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.

કથાનો પ્રારંભ તા. 24/12 ને મંગળવારથી કરવામાં આવશે અને કથા વિરામ તા. 30/12 ને સોમવારના રોજ થશે અને કથાનો સમય સવારે 9:00થી 12:00 તેમજ બપોરે 2:00 થી-5:00 સુધી નો રહેશે. તેમજ રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગનો પાટ અને ભજન સંતવાણી તા તા. 26/12 ના રોજ રાખેલ છે જેથી ભક્તો દર્શન કરી શકશે અને તેના માટેનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી રાખવામા આવેલ છે. આ કથામાં રામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ, રામદેવજી પ્રાગટ્ય, ભૈરવ ઉધ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ તા તા. 28/12 ને શનિવારે રાખેલ છે જેથી જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિકભકતોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News