મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

દર્દી નારાયણની સેવા સાથે ઉજવણી: મોરબીમાં દીકરીએ દિવંગત પરિવારજનોના જન્મદિને મેડિકલ કેમ્પનું કર્યું આયોજન


SHARE









દર્દી નારાયણની સેવા સાથે ઉજવણી: મોરબીમાં દીકરીએ દિવંગત પરિવારજનોના જન્મદિને મેડિકલ કેમ્પનું કર્યું આયોજન

મોરબીમાં દિવંગતોની સ્મૃતિમાં કોશિકાબેન (કવિ) રાવલના સૌજન્યથી આયોજીત કેમ્પમાં દર્દીઓને તપાસવા સાથે ફ્રિ દવા આપવામાં આવી હતી આ કેમ્પ સાથે મોરબીના ડો. હસ્તીબેન મહેતાના 150 એક દિવાસીય કેમ્પ કેમ્પ સંપન્ન થયેલ છે.

મોરબી ખાતે ફિદાઈ પાર્ક, શનાળા બાયપાસ પાસે પોતાના પરિવારના દિવંગતો સ્વ. નર્મદાબેન (ફઈબા) સ્વ.પિતા મનહરલાલભાઈ તેમજ માતા નિરૂપમાબેનના જન્મદિનની સ્મૃતિમાં કૌશિકાબેન (કવિ) રાવલના સૌજન્યથી ડો. હસ્તીબેન મહેતાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનાથી ડો. હસ્તીબેન મહેતાના 150 કેમ્પ સંપન્ન થયા હતા.

આ કેમ્પમાં દર્દીઓને તપાસી, તેમનું બીપી, સુગર ચેક કરી તેમને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી. સાથો સાથ આ કેમ્પમાં વા સહિતના દુખાવાના દર્દીઓને જયસુખભાઇ ભાલોડીયા દ્વારા પોઇન્ટ દબાવવા સાથે સારવાર આપવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવા મુખી મસુદીન ધમાણી, અશરફભાઇ ધારાણી, અશોકભાઈ પંજવાણી, ફિરોજભાઈ બગથરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ સહાયક તરીકે રશ્મિન દેસાઈ, નિશા દેસાઈ, કૌશિકા રાવલ, કેતન મહેતા તેમજ જીગર ભટ્ટે સેવાઓ આપી હતી. અને દાતા પરિવારના કવિબેન, દર્શનાબેન, તોષાબેને ખાસ ઉપસ્થિત રહી વડીલ દિવંગતોની સ્મૃતિમાં તેમનું ઋણ ચુકવવા સાથે તમામને પ્રોત્સાહિત કર્યા હતા.




Latest News