મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ


SHARE









મોરબીમાં એક્ટિવને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ

મોરબીની વાવડી ચોકડી પાસેથી એક્ટિવા લઈને દિકરીના ઘરે નાની વાવડી ગામે વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે બોલેરોના ચાલકે તેના એક્ટિવને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેની મૃતકના દીકરાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કડિયા શેરીમાં રહેતા અંબાદાનભાઈ મોડભાઈ જીબા જાતે ગઢવી (60) ગત તા.9 ના રોજ રાત્રિના દસેક વાગ્યે તેઓનું એક્ટિવા લઈને વાવડી ચોકડી પાસેથી તેઓની દીકરીના ઘરે જઇ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના એક્ટિવને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ગંભરી ઇજા થયેલ હતી જેથી કરીને મૃતકના દીકરા જયદાન ગઢવીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી એ ડિવિઝનના પીએસઆઇ સી.એમ. કરકર અને ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી ભરત રમેશભાઈ બાટી (24) રહે. લીલાપર રોડ મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીના બેલા ગામ નજીક આવેલ ઓપેરા સીરામીક કારખાનામાં રહેતા મજૂરી કામ કરતા વિષ્ણુ પ્રભુભાઈ મકવાણા (23) નામનો યુવાનને વાટેરો સીરામીક પાસે ખેતરમાં રંગપર ગામ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના કાલિકપ્લોટ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ સોલંકી (35) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપીને એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવાભાઈ રમેશભાઈ છાયા (28) નામના યુવાનને ઇજા થવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News