વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માનસર અને માળિયાના ચીખલી ગામે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત


SHARE







મોરબીના માનસર અને માળિયાના ચીખલી ગામે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત

માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામે વાડીમાં રહીને મજૂરીકામ કરતાં યુવાનને ઝેરી જનાવર કરી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો તેવી જ રીતે મોરબી તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા જે બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જેથી કરીને સ્થાનિક પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ચીખલી ગામે શાંતિલાલની વાડીએ રહીને મજૂરી કામ કરતા લીલાસિંગ ગુલિયાભાઈ નાયક (32) નામનો યુવાન વાડી હતો ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના માનસર ગામે મગનભાઈ મેરજાની વાડીએ રહીને મજૂરીકામ કરતા મડીયાભાઈ હુકુમભાઈ દાવર (45) નામનો યુવાન બાઈક લઈને ગામ નજીક આવેલ સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયુ હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં તે યુવાનને ઈજા થતા પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું જે અકસ્માત મૃત્યુના બનાવની મૃતક ના દીકરા અર્જુન મડીયાભાઈ દાવર (24) રહે હાલ માનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે

વરલી જુગાર
વાંકાનેરના સિંધાવદર દરવાજા પાસે બેન્ક નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હતા ત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તે સમયે મનોજ શાંતિલાલ વાજા (33) રહે. સીટી સ્ટેશન રોડ અમરસિંહ હાઈસ્કૂલ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 280 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News