મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ટાઇલ્સ ક્લીનર પી ગયેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે ટાઇલ્સ ક્લીનર પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંક નજીક યુવાન કોઈ કારણોસર ટાઇલ્સ ક્લીનર પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસે સ્વાતિ પાર્કમાં રહેતો કરણ નરેન્દ્રભાઈ વિઠલાપરા (30) નામનો યુવાન મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એચડીએફસી બેન્ક પાસે હતો ત્યારે ત્યાં ટાઇલ્સ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલભા ચાવડા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઈ બારોટ (21) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ રામકો વિલેજમાં રહેતા ઈશ્વરભાઈ હિંમતભાઈ રામાનુજ (60) નામના વૃદ્ધને પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

બાઇક સ્લીપ

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીકથી ગાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ મુકેશભાઈ બાવળિયા (18) નામનો યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને ઇજા થતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News