વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના બિલીયા ગામે મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રવિવારે દશાંશ હવન અને મહાપ્રસાદ યોજાશે


SHARE









મોરબીના બિલીયા ગામે મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રવિવારે દશાંશ હવન અને મહાપ્રસાદ યોજાશે

મોરબીના જુના બિલીયા મુકામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી રાજુભાઇ જે.ભટ્ટ, વાસુદેવભાઇ ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ડી.ભટ્ટ, જીતુભાઇ ડી.ભટ્ટ, લલીતભાઇ ડી.ભટ્ટ અને શાસ્ત્રી હર્ષદિપ એલ.ભટ્ટ, બળવંતભાઇ વી.ભટ્ટ વિગેરે દ્વારા સ્થાનિક રોકાણ કરી જપ ચાલુ કરેલ છે. અને સુરાપુરા આ દાદાનું સ્થાનક છે. તેનો પાકો આરસીસી હોલ બનાવવાના કામનો કોન્ટ્રાકટર આપી બાંધકામ ચાલુ કરેલ છે

ઉલેખનીય છે કે, સર્વાનુમતે તા.૧૭-૧૨ થી ૨૦-૧૨ આ જગ્યાએ અનુષ્ઠાન ચાલુ કરેલ છે. ભટ્ટ પરિવાર ગ્રૂપના કોઈપણ વ્યક્તિ આ અનુષ્ઠાન જપ યજ્ઞમાં આવી શકે છે અને તા.૨૨ ને રવિવારે સવારે આ જ જગ્યામાં કરેલ જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.તો આ પ્રસંગે ભટ્ટ પરિવાર ગ્રુપ અને બિલીયા સુરાપુરા દાદા પરિવાર ગ્રૂપ તેમજ તમામ ભટ્ટ પરિવારને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે. વૃક્ષારોપણ માટે નામ નોંધવાનું ચાલુ છે. અને વ્યવસ્થાના ભાગ રૂપે તા.૨૧ ને શનિવાર સાંજ સુધીમાં આવનાર લોકોની સંખ્યાની જાણ માટે  રાજુભાઇ જે.ભટ્ટ (મો.૯૮૨૪૨ ૩૯૦૯૭) અથવા ચંદ્રેશભાઇ ભટ્ટ (મો.૬૩૫૧૨ ૦૭૬૧૮) ને ફોનથી કરશો. તેમજ આ જગ્યાએ કુળદેવી હિંગળાજ માતાજી, બહુચર માતાજીની સ્થાપના કરી છે. જે જુના બીલીયા ગામે સાણંદીયા પરિવારના કુળદેવી બહુચર માતાના શિખર બંધ મંદિર હતુ તે સુરાપુરા દાદા મંદિરના ગ્રાઉન્ડમાં જ છે જેથી તેઓએ કાયમી ધોરણે ભટ્ટ પરિવારને અર્પણ કર્યું છે. તા.૨૨ ને રવિવારે યોજાનાર હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ અને તેમના ધર્મપત્ની અ.સૌ.જયશ્રીબેન દિનેશભાઇ ભટ્ટ સાતક બેસવાના છે.




Latest News