મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી


SHARE









મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા પાસેથી ધ્રાંગધ્રાના રહેવાસી યુવાનો મોબાઇલ ફોન ચોરી થયો હતો જેથી કરીને 19,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ અમરેલી ગામની સીમમાં નેક્ષસ સિનેમા પાસેથી ધાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ જડેશ્વર સોસાયટી બ્લોક નંબર 25 માં રહેતા નરેશકુમાર ખુશાલભાઈ મકવાણા (46) નામના યુવાનનો મોબાઇલ ફોન ચોરી થયો હતો જેથી કરીને 19,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ઝાકમભાઈ હબીબભાઈ ભટ્ટી (50) વાંકાનેર હાઇવે રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે રિક્ષામાં જતા હતા ત્યારે કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.




Latest News