મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર નજીક ડબલ સવારી બાઇક કેનાલમાં ખાબકતાં પિતા-પુત્રનું મોત


SHARE









હળવદના રણમલપુર નજીક ડબલ સવારી બાઇક કેનાલમાં ખાબકતાં પિતા-પુત્રનું મોત

હળવદના રણમલપુર ગામ પાસેથી નર્મદની કેનાલ પસાર થાય છે તે કેનાલમાં ડબલ સવારી બાઇક પડી ગયું હતું જેની સાથે પિતા પુત્ર પણ કેનાલમાં પડ્યા હતા જેથી કરીને તેની શોધખોળ શરૂ કરી હતી અને ત્યાર બાદ કેનાલમાંથી બંનેની ડેડબોડી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતાં ધીરુભાઈ હરજીભાઈ ભોરણીયા (55) અને તેનો દીકરો વિશાલ ધીરુભાઈ ભોરણીયા (22) બંને ગુરુવારે સવારે રણમલપુરની બાજુમાં આવેલા એંજાર ગામે હલર લેવા માટે બાઈક ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન રણમલપુર નજીકથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં તેનું ડબલ સવારી બાઇક પડ્યું હતું તેની સાથે જ પિતા પુત્ર પણ કેનાલમાં પડ્યા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક હળવદ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ટીકરના તરવૈયાઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને ફાયર ટિમ તેમજ તરવૈયાઓએ કલાકોની મહેનત બાદ પિતા અને પુત્રના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા અને બંનેની બોડીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News