મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામની શાળામાં વિસરાતી રમતોનો ઉત્સવ યોજાયો


SHARE









હળવદના જુના અમરાપર ગામની શાળામાં વિસરાતી રમતોનો ઉત્સવ યોજાયો

આજના યુગમાં બાળકો મેદાની રમતોને બદલે મોબાઈલ ગેમ વધારે રમતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં મેદાની રમત પ્રત્યે જાગૃતતા આવે તે માટે શાળામાં "વિસરાતી રમતોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું અને હળવદના અમરાપર ગામે આવેલ સરકારી શાળામાં લીંબુ-ચમચી, કોથળા દોડ, ત્રિ-પગી દોડ, સંગીત-ખુરશી, એક મિનિટની વિવિધ રમત, રસ્સા ખેંચ, સ્લો સાયકલ, ફુગ્ગા ફોડ, દેડકા દોડ જેવી રમતોમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ શાળા રમતોત્સવનું માગૅદશૅન અને આયોજન પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, જયેશભાઈ અને જિજ્ઞાસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. અને શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ રમતોત્સવનું આયોજન કરવામાં બદલ સ્ટાફને બિરદાવેલ હતા અને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.




Latest News