મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લાલપર ગામે બાંધકામ દરમિયાન લોખંડનું પીંજરું ઈલેક્ટ્રીક તારને અડી જતા બે વ્યક્તિને શોર્ટ લાગ્યો, એકનું મોત


SHARE









વાંકાનેર નજીક લાલપર ગામે બાંધકામ દરમિયાન લોખંડનું પીંજરું ઈલેક્ટ્રીક તારને અડી જતા બે વ્યક્તિને શોર્ટ લાગ્યો, એકનું મોત

વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા માટે થઈને લોખંડના પીંજરુ દીવાલ ઉપર બેસીને ફીટ કરતા હતા દરમિયાન બે વ્યક્તિઓને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં હસનભાઈ જલાલભાઈ શેરસીયાના પ્લોટમાં બાંધકામ ચાલી રહ્યું હોય પિલર ભરવા માટે થઈને ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા અને ગોલુભાઇ પ્રતાપભાઈ ડાભી બંને પિંજરું ફીટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને દિવાલ ઉપર બેસીને આ કામ કરતા હતા દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ઇલેક્ટ્રીક લાઈનમાં લોખંડનું પીંજરું અડી જવાના કારણે ભારતભાઈ તથા ગોલુભાઇને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને બંનેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન ભારતભાઈ દિલીપભાઈ ભુરીયાનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News