માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સહિત ત્રણ રસ્તા માટે ભારે વાહનોને પ્રવેશબંધી


SHARE









મોરબીમાં દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સહિત ત્રણ રસ્તા માટે ભારે વાહનોને પ્રવેશબંધી

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં મુજબ દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.26/3 સુધી સવારના 8:00 થી રાત્રીના 10:00 સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર થશે.




Latest News