મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 81 બોટલ દારૂ-20 બિયરના ટીન સાથે ત્રણ શખ્સ પકડ્યા: ત્રણની શોધખોળ


SHARE







મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 81 બોટલ દારૂ-20 બિયરના ટીસાથે ત્રણ શખ્સ પકડ્યા: ત્રણની શોધખોળ

મોરબીના આલાપ રોડ ઉપર, લાતી પ્લોટમાં તથા નવા બસ સ્ટેશન સામે જુદી જુદી ત્રણ જગ્યા ઉપર મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 81 બોટલ દારૂ અને 20 બિયરના ટીસાથે પોલીસે ત્રણ શખ્સોને પકડ્યા છે અને માલ આપનારા ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે તેને પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની સામે શ્રીનંદ એન્ટરપ્રાઇઝમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 35 બોટલો તથા 20 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને 35,393 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી સાવન મનુભાઈ ડાંગર (25) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ એમ-758 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂ બિયરનો જથ્થો આરોપીને મુન્ના ચાવડા રહે. જસાપર તાલુકો મોરબી વાળા પાસેથી લીધો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને મુન્ના ચાવડાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં દારૂની બીજી રેડ લાતી પ્લોટ શેરી નંબર ત્રણ-ચારની વચ્ચે આવેલ પડતર મકાનમાં કરવા આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 40 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 22,440 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મસાશા ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા (27) રહે. લાતી પ્લોટ શેરી નંબર ત્રણ-ચાર વચ્ચે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે રફીક ઓસમાણ અજમેરી રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં આ બંને શખ્સોની સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જયારે દારૂની ત્રીજી રેડ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નવરંગ પાર્કમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3366 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધર્મેશ સુરેશભાઈ મહેતા (52) રહે. આલાપ રોડ નવરંગ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેને શાશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા રહે. લાતી પ્લોટ વાળા પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ બંને શખ્સોની સામે સામે ગુનો નોંધીને આ ગુનામાં આરોપી શમશાદ ઉર્ફે સમીરને પકડવા માટે તેને તજવીજ ચાલી રહી છે. અને આ ત્રણેય ગુનાની વધુ તપસ આર.પી.રાણા ચલવી રહ્યા છે.






Latest News