મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના માનગઢ ગામે ઘર પાસે તાપણું કરીને બેઠેલા યુવાન ઉપર પાઇપ વડે હુમલો


SHARE









હળવદના માનગઢ ગામે ઘર પાસે તાપણું કરીને બેઠેલા યુવાન ઉપર પાઇપ વડે હુમલો

હળવદ તાલુકાના માનગઢ ગામે યુવાન ઘર પાસે બજારમાં અન્ય લોકો સાથે બેસીને તાપણું કરીને રહ્યો હતો અને વાતો કરતો હતો દરમિયાન તે ગામનો શખ્સ પાઇપ લઈને ત્યાં આવ્યો હતો અને કોઈ કશું જ સમજે તે પહેલા આ શખ્સ દ્વારા પાઇપ વડે યુવાનને પીઠના ભાગે તથા હાથ ઉપર પાઇપના ઘા મરવામાં આવેલ હતા અને ત્યારબાદ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ એરવાડીયા (40)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજય ઉર્ફે ગેંડો નાગરભાઈ વાંકડ રહે. માનગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તે પોતાના ઘર પાસે બજારમાં અન્ય લોકો સાથે બેસીને તાપણું કરતો હતો અને વાતો કરી રહ્યો હતો દરમિયાન આરોપી પોતાના હાથમાં લોખંડનો પાઇપ લઈને ત્યાં આવ્યો હતો અને ત્યારબાદ કશું જ બોલ્યા વગર તેણે ફરિયાદી યુવામને પીઠના ભાગે તથા ડાબા હાથ ઉપર પાઇપના ઘા માર્યા હતા અને ત્યાં બેઠેલા બાલાભાઈએ આરોપીને “આવું કેમ કરે છે” તેવું કહેતા તેણે તેઓને પણ ગાળો આપી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પડકવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News