મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે ચાલુ ટ્રેકટરે હાર્ટ એટેક આવતા નીચે પડેલા આધેડ ઉપર તેના જ વાહનના વ્હીલ ફરી જતાં મોત


SHARE









વાંકાનેરના ગુંદાખડા ગામે ચાલુ ટ્રેકટરે હાર્ટ એટેક આવતા નીચે પડેલા આધેડ ઉપર તેના જ વાહનના વ્હીલ ફરી જતાં મોત

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આધેડ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેક્ટરે તેને હાર્ટ અટેક આવતા તે અકસ્માતે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરના વ્હીલ તેના માથા, છાતી અને શરીર ઉપરથી ફરી જતા તે આધેડને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા પોપટભાઈ વાલજીભાઈ સાપરા (51) પોતાનું  ટ્રેક્ટર લઈને ગુંદાખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને પોતાના ખેતરેથી ટ્રેક્ટર લઈને આવી રહ્યા હતા દરમિયાન ચાલુ ટ્રેક્ટરે તેમને હાર્ટ અટેક આવતા તેઓ ટ્રેક્ટર ઉપરથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરના વ્હીલ તેના માથા, છાતી અને શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તેમને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન પોપટભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરા અશોકભાઈ પોપટભાઈ સાપરા (36) રહે. ગુંદાખડા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુગારની રેડ

મોરબીના જુના બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી સંદીપ બાબુભાઈ પીપળીયા (24) અને રોહિત કાંતિભાઈ સરવૈયા (23) રહે બંને સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 250 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. 




Latest News