ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના પાવડીયારી પાસે કામ દરમિયાન ઈજાઓ થતાં મહિલા રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીના પાવડીયારી પાસે કામ દરમિયાન ઈજાઓ થતાં મહિલા રાજકોટ ખસેડાઇ

મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી પાસે આવેલા ઉમિયા મિનરલ્સ નામના કારખાનામાં ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં કામ દરમ્યાન ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી મિશ્રીબેન મહેશભાઈ હટીલા જાતે આદિવાસી નામની ૨૦ વર્ષીય મહિલાને ઇજા થતાં તેને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હોય બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.જયારે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ રાણાભાઈ ધ્રાંગીયા નામના ૪૦ વર્ષીય યુવાનને મોરબી જેતપર રોડ પાવડીયારી પાસેના ઉમિયા મિનરલ્સ નામના કારખાનામાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.!

યુવાન સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક શેરી નંબર-૨ માં રહેતો નિકુંજ દિનેશભાઈ માકાસણા જાતે પટેલ નામનો એકવીસ વર્ષીય યુવાન ગત તા.૧-૧૧ ના રોજ સાંજના સાતેક વાગ્યે મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલા ટોરસ ટાઇલ્સ નામના યુનિટમાં કામ સબબ બોઇલ મીલ ઉપર ચડ્યો હતો અને ત્યાં નીચે પડી જવાથી નિકુંજ માકાસણાને ઇજાઓ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાવડીરોડ ગાયત્રીનગર પાસે આવેલા ન્યુ કુબેરનગરમાં રહેતા નંદલાલભાઇ ગંગારામભાઈ ધામેચા નામના ૫૫ વર્ષીય આધેડ રવાપર રોડ રાજ બેંક નજીકથી જતા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને પણ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે ઘર નજીક રમી રહેલી તેજલબેન રાજુભાઈ પરમાર નામની પાંચ વર્ષીય બાળકીને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા તેને ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા જીવણભાઈ અમરાભાઇ નામના ૪૦ વર્ષીય યુવાનને સાપ કરડી જતા તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News