મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ડેમુ ટ્રેન હેઠળ કપાઈ જવાથી 13 વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે ડેમુ ટ્રેન હેઠળ કપાઈ જવાથી 13 વર્ષના બાળકનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઇન ઉપર ડેમુ ટ્રેનની ઝડપે બાળક આવી ગયો હતો જેથી તે બાળકનું શરીર કપાઈ જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવની રેલવે પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાડુંગરી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ ઉપર મચ્છોનગરમાં રહેતા પીતાંબરભાઈ મંગાભાઈ ઝાલાનો 13 વર્ષનો દીકરો દર્શન પીતાંબરભાઈ ઝાલા મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રફાળેશ્વર ગામના તળાવની સામેના ભાગમાંથી પસાર થતી રેલ્વે ઈલેક્ટ્રીક લાઈન પાસે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેનની ઝડપે આવી જતા તેનું શરીર કપાઈ ગયું હતું જેથી કરીને તે બાળકનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવની આરપીએફના એએસઆઈ નરેશ ચૌહાણ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાળક સારવારમાં

વઢવાણ તાલુકાના વાડલાથી વઢવાણ વચ્ચેના રસ્તા ઉપર બાઈકમાંથી મયુર અમૃતભાઈ જાદવ (4) નામનો બાળક પડી ગયો હતો જેથી તેને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હોવાથી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જે બનાવમાં રામનાથ ગોડ (22) રહે. મૂળ જબલપુર એમપી વાળાને ઇજાઓ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાહેર કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News