મોરબીના રફાળેશ્વર પાસે ડેમુ ટ્રેન હેઠળ કપાઈ જવાથી 13 વર્ષના બાળકનું મોત
હળવદમાં ઘરમાં 71 દિવસ પહેલા થયેલ 1.44 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ એસપીને રજૂઆત બાદ લેવાઈ !
SHARE
હળવદમાં ઘરમાં 71 દિવસ પહેલા થયેલ 1.44 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ એસપીને રજૂઆત બાદ લેવાઈ !
હળવદમાં આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોનાના તથા ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જો કે, પોલીસ દ્વારા ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવામાં આવી રહી ન હતી અને છેલ્લા 71 દિવસથી ચોર મળી જશે તેવી લોલિપોપ ભોગ બનેલા પરિવારને આપવામાં આવતી હતી જો કે, ત્યાર બાદ એસપીને અરજી કરવામાં આવી પછી હળવદ પોલીસે હાલમાં ભોગ બનેલા પરિવારની 1,44,000 ના મુદામાલની ચોરી થયેલ છે તેવી ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં આવેલ આનંદ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી (41)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, ગત તા. 14/10 ના સવારના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખવામાં આવેલ સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, સોનાનો ત્રણ તોલાનો ગળામાં પહેરવાનો હાર અને બુટ્ટી, સોનાની પાંચ ગ્રામની આંગળીમાં પહેરવાની ત્રણ વીટી, હાથમાં પહેરવાના સોનાની ચીપના એક જોડી પાટલા, સોનાની ચીપ વાળી ચાર ચૂડલી અને ચાંદીના સાંકડા આમ કુલ મળીને 1,44,000 નો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હળવદ પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વધુમાં ભોગ બનેલા પરિવાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓ ગત તા 9/10 ના રોજ કપડવંજ જિલ્લાના ચારણી ગામે નૈવેદ કરવા માટે ગયા હતા અને તેમનું ઘર બંધ હતુ દરમ્યાન તા. 14/14 ના વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સે તેના બંધ મકાનને નિશાન બનાવેલ હતું અને તેઓ સાંજે ઘરે આવ્યા ત્યારે જ ઘરમાં ચોરી થયેલ છે તેની પોલીસે જાણ કરી હતી જેથી કરીને હળવદ પોલીસે ત્યાં આવી હતી અને ફરિયાદ લેવા માટે કહ્યું હતું ત્યારે થોડા દિવસો રાહ જોવો ચોર પકડાઈ જશે, મુદામાલ પછી કોર્ટમાંથી છોડાવવામાં મુશ્કેલી પડશે વિગેરે વિગેરે ભોગ બનેલા પરિવારને કહેવામા આવ્યું હતું અને ફરિયાદ લેવામાં આવતી ન હતી જો કે, ભોગ બનેલા પરિવારે ગત સોમવારે મોરબીના એસપીને ચોરીના બનાવની ફરિયાદ ન લેતા હોવા અંગેની લેખિત રજૂઆત કરી હતી ત્યાર બાદ હળવદ પોલીસે ભોગ બનેલા પરિવારની ફરિયાદ લીધેલ છે તેવી ફરિયાદી પાસેથી જાણવા મળેલ છે.









