હળવદમાં ઘરમાં 71 દિવસ પહેલા થયેલ 1.44 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ એસપીને રજૂઆત બાદ લેવાઈ !
મોરબીના રફાળેશ્વર ગામેથી શ્વાસની બીમારી માટે સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર ગામેથી શ્વાસની બીમારી માટે સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા યુવાનને શ્વાસની બીમારી હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા બળદેવ બાબુભાઈ મૂછડિયા (28) નામના યુવાનને ચાર દિવસ પહેલા શ્વાસની બીમારીની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન ચાલુ સારવારમાં તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકી સારવારમાં
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ચંદુભાઈ નાયકની દોઢ વર્ષની દીકરી રીવા ભૂલથી ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને લજાઈ પાસે આવેલ વડવાળા હોટલ નજીક મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
બાળક સારવારમાં
માળીયા (મી)ના મેઘપર ગામે રહેતા વિપુલ જોરુભાઈ દેવીપૂજક (10) નામનો બાળક મેઘપર અને દેરાળા ગામ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાળકને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.









