મોરબીમાથી સોની વેપારીઓનું ૧૨.૬૦ લાખનું ૪૨૦ ગ્રામ સોનું લઈને બંગાળી કારીગર નાસી ગયો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડામાથી ૫૦૦ કરોડથી વધુના હેરોઇન સાથે બે શખ્સ ઝડપાયા
SHARE









મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડામાથી ૫૦૦ કરોડથી વધુના હેરોઇન સાથે બે શખ્સ ઝડપાયા
ગુજરાતના જુદાજુદા વિસ્તારમાથી હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા દ્વારકામાથી ડ્રગ્સ પકડાયું હતું ત્યાર બાદ રવિવારની રાતે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાંથી અંદાજે ૫૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. અને માળીયા તાલુકાનાં ઝીંઝુડા ગામમાં એટીએસ, મોરબી જિલ્લા એસઓજી સહિતની ટિમ દ્વારા પકડવામાં આવેલ છે અને કરોડો રૂપિયાના હેરોઇન ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે.
ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે એટીએસ અને સ્થાનિક એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નવલખી બંદરની બાજુમાં આવેલા ઝીંઝુડામાં ૧૨૦ કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાયું છે અને આ ડ્રગ્સની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે તેવું જાણવા મલાઈ રહ્યું છે રવિવારે મોડી રાતે એટીએસ, મોરબી જિલ્લા એસઓજી સહિતની ટિમ દ્વારા ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે અને આ કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે બે શખ્સોની અટકાયત કરાઈ છે. આ વાતને ગૃહ રાજ્યમંત્રીએ પણ સમર્થન આપ્યું છે અને ખરેખર કેટલાનું ડ્રગ્સ છે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લા ૫૫ દિવસમાં ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાથી ૫૭૫૬ કિલો નશીલા પદાર્થને પકડવામાં આવેલ છે જેની કિંમત ૨૫૪ કરોડથી વધુની થાય છે
