મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો
મોરબીમાથી સોની વેપારીઓનું ૧૨.૬૦ લાખનું ૪૨૦ ગ્રામ સોનું લઈને બંગાળી કારીગર નાસી ગયો
SHARE









મોરબીમાથી સોની વેપારીઓનું ૧૨.૬૦ લાખનું ૪૨૦ ગ્રામ સોનું લઈને બંગાળી કારીગર નાસી ગયો
મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી રોયલ પ્લાઝામાં દુકાન ધરાવતા બંગાળી કારીગરને જુદા જુદા સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે તેને સોનું આપ્યું હતું જે આશરે ૪૨૦ ગ્રામ સોનું બંગાળી કારીગર લઈને નાસી ગયેલ છે અને વેપારીઓ સાથે છેતરપિંડી કરેલ છે જેથી કરીને હાલમાં વેપારી દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઈને નાસી છૂટેલા કારીગરની સામે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ૧૨.૬૦ લાખની છેતરપિંડીની સોની વેપારીઓ સાથે દ્વારા કરવામાં આવી છે જેથી પોલીસે ફરિયાદ લઈને આગળની તપાસ શરુ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ પર આવેલા શક્તિ પ્લોટ વિસ્તારમાં શાંતિ નિકેતન મકાનમાં રહેતા વિરલભાઇ મનહરભાઈ આડેસરા (ઉમર ૨૬)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર રહે હાલ ગાંધી બજાર હવેલી શેરી મોરબી મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ તેમજ મોરબીના અન્ય સોની વેપારીઓએ સોનાના ઘરેણા બનાવવા માટે છેલ્લા એકાદ વર્ષથી અંદર કટકે-કટકે આ કારીગરને ૪૨૦ ગ્રામ જેટલું સોનું આપ્યું હતું જેની સરેરાશ બજાર કિંમત ૧૨,૬૦,૦૦૦ રૂપિયા થઈ છે તે સોનાની છેતરપિંડી કારીગર દ્વારા કરવા આવેલ છે જેથી સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલું સોનું લઈને નાસી ગયેલા બંગાળી સોની કારીગર સામે હાલમાં સોની વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
