હળવદના ચરાડવા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં પતંગ ચગાવતા સાત વર્ષના બાળકનું મોત
હળવદ યાર્ડ પાસેથી દારૂની 16 બોટલ સાથે મોરબીનો શખ્સ પકડાયો
SHARE
હળવદ યાર્ડ પાસેથી દારૂની 16 બોટલ સાથે મોરબીનો શખ્સ પકડાયો
હળવદ નજીક આવેલ માર્કેટયાર્ડ પાસેથી સ્કૂટર લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો તે સમયે તેની પાસેથી દારૂની 16 બોટલો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે મોરબીના શખ્સની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એએમ 6824 પસાર થઈ રહ્યું હતું જેને પોલીસ દ્વારા રોકવામાં આવ્યું હતું અને સ્કૂટર ઉપર જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 16 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 7200 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 50 હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 57,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બળદેવ વશરામભાઈ પરમાર (36) રહે. જીવરાજ પાર્ક સોસાયટી ભડીયાદ ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લવેલ હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતો અલ્પેશ લખમણભાઇ રાઠોડ નામનો વ્યક્તિ જૂની કુબેર ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન સાથે તે અથડાતા તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી અને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે