મોરબીમાં રેન્જ આઇજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે પરેડ-ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ
SHARE
મોરબીમાં રેન્જ આઇજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે પરેડ-ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ
રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયું હતું. ત્યારે પરેડનું નિરીક્ષણ રેન્જ આઇજી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે બાદ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ખાસ કરીને વર્ષ દરમિયાન બનેલ ગુનાના ડિટેકશન સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ડોગ સ્કવોડ, માઉન્ટેડ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમોની મોકડ્રીલ પણ યોજાઇ હતી અને ખાસ કરીને વર્ષ 2025 માટે પોલીસને પડકારરૂપ ગંભીર ગુનાઓ માટે એક્શન પ્લાન બનાવવામાં આવેલ છે તેવી માહિતી એસપી રાહુલ ત્રિપાઠીએ આપી હતી.