મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો
મોરબીના રંગપર પાસે સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ, એકની ધરપકડ: એકની શોધખોળ
SHARE






મોરબીના રંગપર પાસે સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ, એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબી તાલુકાના રંગપર ગામ પાસે યોગી કોમ્પલેક્ષમાં આવેલા સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કુટણખાનું ચાલુ હોવાની હક્કિત સામે આવી હતી જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઇલ ફોન સહિત 12,400 નો નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી છે અને એક શખ્સનું નામ સામે આવેલ છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સ્પામાં અને અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના જેતપર ઉપર રંગપર ગામ પાસે આવેલ યોગી કોમ્પલેક્ષમાં ગેલેક્સી વેલનેસ સ્પામાં આવેલ છે જેમાં અનૈતિક પ્રવૃત્તિ થતી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કૂટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે રોકડા 4,400 તથા 8,000 ની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 12,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ફારૂક ઈબ્રાહીમભાઇ હાણિયા (26) રહે. હાલ રણછોડનગર નિધિ પાર્ક મોરબી મૂળ રહે. લાલપરી મફતીયાપરા શેરી નં-3 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મહમદહુશેન ભીખુભાઇ સંધી રહે. રણછોડનગર નીતિ પાર્ક મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને મહમદહુશેન ભીખુભાઇ સંધીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને આ ગુનાની વધુ તપાસ પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે
રિક્ષા અને બોલેરોનો અકસ્માત
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીકથી સીએનજી રીક્ષા નંબર જીજે 3 સીટી 5399 પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાની પાછળના ભાગમાં આવી રહેલ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0058 ના ચાલકે રીક્ષાની પાછળના ભાગમાં તેની બોલેરો ગાડી અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સંજયભાઈ રઘુભાઈ સીતાપરા (35) રહે. હડાળા તથા અન્ય વ્યક્તિઓને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે સંજયભાઈ સીતાપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


