મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ-બાળ કલ્યાણ પોલીસ ઓફિસરો માટે તાલીમ યોજાઇ


SHARE













મોરબીમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ-બાળ કલ્યાણ પોલીસ ઓફિસરો માટે તાલીમ યોજાઇ

મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ અને નશામુક્ત ભારત અભિયાન વિશે સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ તેમજ બાળ કલ્યાણ પોલીસ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી.

જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષસ્થાને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015, પોકસો એક્ટ-2012, બાળલગ્ન પ્રતિબંધક એક્ટ-2006 તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી સમગ્ર જિલ્લામાં વધુ મજબૂત રીતે થાય અને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર ઉપસ્થિત સર્વેને એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી. તાલીમ સત્રમાં મોરબી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અન્ય સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ અને 40 જેટલા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.




Latest News