મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે ચક્કર આવતા પડી જવાથી માથામાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE

















મોરબીમાં ઘર પાસે ચક્કર આવતા પડી જવાથી માથામાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી શહેરના માધાપર શેરી નંબર 22 માં રહેતી મહિલા પોતાના ઘર પાસે ખુરશીમાં બેઠી હતી અને ત્યાંથી ઊભી થઈને જતી હતી ત્યારે ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી જેથી કરીને તેને માથાના ભાગે ઈજા થઈ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નિપજ્યુ હતું આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલ માધાપર શેરી નંબર 22 માં રહેતા લતાબેન બાબુભાઈ ભાંગરા (42) પોતે પોતાના ઘર પાસે ગત તા. 20/12/2024 ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ખુરશીમાં બેઠા હતા અને ખુરશીમાંથી ઉભા થઈને તેઓ જતા હતા ત્યારે તેમને ચક્કર આવતા તે નીચે પડી ગયા હતા જેથી કરીને લતાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી માટે તેમને સારવારમાં પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે બપોરે તેમનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News