ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના ઘુટુ પાસે બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ઘુટુ ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત નિપજયું હતુ જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ હાલમાં ટ્રેલર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના ત્રાજપર ખારી વિસ્તારની અંદર રહેતા અને સિરામિકમાં મજૂરીકામ કરતાં સુરેશભાઈ નારણભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૨૮) હાલમાં ટ્રેલર નંબર આરજે ૦૭ જીડી ૨૬૪૫ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ સંજય નારણભાઈ સનુરા (૨૦) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૬૪૪૭  લઈને મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ પીએચસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેના ભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને સંજયને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું છે અને ટ્રેઇલર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈ સુરેશભાઈ સનુરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 






Latest News