મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત
મોરબી જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
SHARE









મોરબી જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
મોરબીમાં સાયબર ક્રાઈમના ગુનામાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતો તેના રેગ્યુલર જામીન માટેની કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી દિનેશ નથુલાલ મેઘવશી સામે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1.18 કરોડના ફોર્ડનો ગુનો નોંધાયો હતો જેથી પોલીસે આરોપી દિનેશ નથુલાલ મેઘવંશી રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરીને આરોપીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં નિમિત વાય. શુક્લ તથા મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે આરોપીના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને શરતોને આધીન 10 હજારના રેગ્યુલર જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે
