મોરબી જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
હળવદના કડીયાણા ગામે ગળાફાંસો ખાઈ લેતા પરણીતા સારવારમાં
SHARE









હળવદના કડીયાણા ગામે ગળાફાંસો ખાઈ લેતા પરણીતા સારવારમાં
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નિલેશભાઈ દેગામાના પત્ની નીતાબેન દેગામા (24)એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તા. 19 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં પરણીતાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે, પરણીતાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની પોલીસ તપાસ ચાલી રહી છે.
