મોરબીમાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE









મોરબીમાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતનગર મફતપરા વિસ્તારમાં રહેતો યુવાન ગોપાલ સોસાયટી પાસે બેભાન થઈ ગયો હતો જેથી તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે આવેલ પટેલ પાન વાળી શેરીમાંથી બેભાન હાલતમાં અજાણ્યો 40 વર્ષનો યુવાન મળી આવ્યો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સિવિલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું નામ સલીમ હુસેનભાઈ (40) રહે. ભારતનગર સામાકાંઠા મફતપરા વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની પોલીસે નોંધ કરી હતી અને ચાલુ સારવાર દરમિયાન રાત્રિના 1:45 વાગ્યાના અરસામાં તે યુવાનનું સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજયું હતું જેથી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તાણ આંચકી અને બીમારી સબબ મોત થયું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
