મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી-નસીતપર ગામે દારૂની બે રેડ: પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE













મોરબી-નસીતપર ગામે દારૂની બે રેડ: પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી શહેરમાં અને ટંકારા તાલુકાના નસીપર ગામે દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને દારૂની પાંચ બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

ટંકારા તાલુકાના નસીપર ગામે કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી 2088 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા વાહન નંબર જીજે 36 એજી 1820 જેની કિંમત 15000 રૂપિયા આમ કુલ મળીને 17,088 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શ્યામભાઈ ડાયાભાઈ ચૌહાણ (24) રહે. નસીપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

મોરબીમાં વાઘપરાના નાકા પાસે આવેલ દિનેશ પાન પાછળ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 1,000 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભાવેશગીરી રમણીકગીરી ગોસાઈ (35) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં-5 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે




Latest News