મોરબીના ઘૂટું પાસે હરિઓમ પાર્કમાં રહેતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના ઘૂટું પાસે હરિઓમ પાર્કમાં રહેતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા નવનીતભાઈ ધીરુભાઈ સોરઠીયા (31) નામના યુવાને પોતે પોતાને ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. વસીયાણી દ્વારા કરવામાં આવેલ છે
આધેડનું મોત
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ફૂટપાથ ઉપર ટી સ્ટોલની બાજુમાં સુતેલ સિકંદર તરીકે ઓળખાતા 55 વર્ષના આધેડનું બીમારી સબબ ત્યાં ફૂટપાથ ઉપર જ ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબીમાં રહેતા મહેશભાઈ ગોવિંદભાઈ બારૈયા (34)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









