મોરબીના ઘૂટું પાસે હરિઓમ પાર્કમાં રહેતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 108 બોટલ દારૂ ઝડપાયો, 3.75 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 108 બોટલ દારૂ ઝડપાયો, 3.75 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ કારને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની 108 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 3,75,186 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા શખ્સના ઘર પાસે પાર્ક કરેલ કાર નંબર જીજે 01 આરસી 8732 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની 108 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 75,186 ની કિંમત દારૂની બોટલો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 3,75,186 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે, આરોપી રાજદીપસિંહ દવેરા રહે. મધુવન સોસાયટી વાળો હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ચાર બોટલ દારૂ
મોરબીમાં બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2248 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સલમાન ઈબ્રાહીમભાઇ પઠાણ (28) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.