ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી કોર્ટમાં જુદીજુદી મુદતે આવેલા મહિલા સહિત છ ઇસમો છરી સાથે પકડાયા


SHARE







મોરબી કોર્ટમાં જુદીજુદી મુદતે આવેલા મહિલા સહિત છ ઇસમો છરી સાથે પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે અહીંના સામાકાંઠે લાલબાગમાં આવેલ કોર્ટ કમ્પાઉન્ડમાંથી જુદીજુદી મુદ્દતે આવેલ એક મહિલા સહિત છ ઇશમોને છરી સાથે પકડી પાડયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટાફે કોર્ટ કંપાઊન્ડમાં હતો તે દરમિયાનમાં જુદી-જુદી મુદતે મોરબી કોર્ટમાં આવેલા છ ઈસમોની અંગ જડતી લેવામાં આવતા તેઓની પાસેથી કોર્ટ કંપાઊન્ડમાં છરી મળી આવી હોય એક મહીલા સહીત છએય ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે છ પૈકી એક મહિલાનો પણ છરી સાથે પકડાવામાં સમાવેશ થાય છે..! પકડાયેલ ઈસમોમાં જેતુનબેન ઈલિયાસભાઈ જેડા મિંયાણા (૬૫) રહે.નવાગામ માળીયા મીંયાણાની મોરબી કોર્ટ કમ્પાઉન્ડમાંથી છરી સાથે ધરપકડ કરવામાં આવી હતી.તેમજ ગફુર ઇસા જામ મિંયાણા (૪૩) રહે. નવાગામ માળીયા મીંયાણા પણ કોર્ટમાંથી છરી સાથે પકડાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સબીર અબ્રાહમ કટીયા મીંયાણા (૨૩) રહે. વાગડિયા જાપા પાસે માળીયા મીંયાણા મોરબી કોર્ટ કમ્પાઉન્ડમાંથી છરી સાથે ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ઈરફાન સબીર સંઘવાણી મિંયાણા (૨૦) રહે.માલાણી શેરી માળીયા(મિ.) ની મોરબી કોર્ટ પરિસરમાંથી છરી સાથે અટકાયત કરવામાં આવી હતી.તેમજ સલીમ સુભાન કટિયા મિંયાણા (૨૬) રહે. વિશાલા હોટલ પાસે માળીયા મીંયાણાની મોરબી કોર્ટ પરીસરમાંથી છરી સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને કાસમ ઉમર જેડા મિંયાણા (૨૫) રહે. મેઈન બજાર દાવલશા પીરની દરગાહ પાસે માળીયા મીંયાણાની મોરબી કોર્ટ કમ્પાઉન્ડમાંથી છરી સાથે ધરપકડ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છેકે પકડાયેલ છએય ઇસમો માળીયા મીંયાણા પંથકના છે.

તે રીતે જ મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા હસન સલમાન નેગાસરા કચ્છી મીંયાણા નામના ૨૪ વર્ષીય ઇસમની અમરેલી રોડ ગુજરાત ફલોર મિલની પાસેથી છરીની સાથે ધરપકડ કરવામાં આવી હતી અને મોરબીના સામાકાંઠે ફિલ્ટર હાઉસ પાસે નજરબાગ વિસ્તારમાં રહેતાં વિક્રમ ધારા સાંલપરા કોળી (૨૨) નામના ઈસમને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી પીધેલી હાલતમાં બાઈક સાથે મળી આવતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ એવન્યુપાર્ક વિસ્તારમાં રહેતો અજય શિવાભાઇ રબારી નામનો ૨૫ વર્ષીય યુવાન બાઇક લઇને વીસીપરામાંથી જતો હતો ત્યાં મસ્જિદ પાસે બાઈક અને કારનો અકસ્માત સર્જાતા માથાના ભાગે ઇજાઓ થવાથી અજય રબારીને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતાં બી ડીવીજન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News