મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લવ જેહાદ..? : પરણિત વિધર્મીએ હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધ્યો ! ગર્ભિત ધમકી આપી હોવાની નોંધાઈ ફરિયાદ


SHARE







મોરબીમાં લવ જેહાદ..? : પરણિત વિધર્મીએ હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધ્યો ! ગર્ભિત ધમકી આપી હોવાની નોંધાઈ ફરિયાદ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે વિધર્મી  શખ્સ દ્વારા પોતે પરિણીત હોવા છતાં પણ અપરણિત હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને આ વાતની જાણ કોઈને કરશે તો તેના ભાઈ અને પિતાના જીવનું જોખમ થઈ જશે તેવી ગર્ભિત ધમકી પણ આપવામાં હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર-૧માં રહેતા અલ્તાફ યાસીન મોવર નામના શખ્સે પોતે અપરણિત હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તે સગીરાની સાથે તેને જુદીજુદી જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ સગીરાને યુવાન પરિણીત હોવાની જાણ થઈ હતી અને બાદમાં સગીરા કોઈને જાણ કરશે તો તેનો ભાઈ અને પિતાના જીવનું જોખમ થઈ જશે તેવી ગર્ભિત ધમકી પણ આરોપી દ્વારા સગીરાને આપવામાં આવી હતી જેથી કરીને સગીરાની માતાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલી નગરમાં રહેતા અલ્તાફ યાસીન મોવર નામના શખ્સ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News