ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા પીવીના બનાવમાં ત્રણની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા પીવીના બનાવમાં ત્રણની ધરપકડ


મોરબીમાં સોઓરડી પાસે આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા આધેડે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને થોડા દિવસો પહેલા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમના દીકરાએ વ્યાજખોર સહિત કુલ મળીને પાંચની સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણની અટકાયત કરેલ છે.

મોરબીમાં સોઓરડી પાસે આવેલ માળીયા વનાળીયા વિસ્તાર ત્રણ મંદિર પાસે રહેતા જીતેન્દ્રભાઇ બળવંતભાઇ શેખવા (ઉમર ૨૫)એ ગોપાલ ફાયનાન્સ વાળા ગભલાભાઇ, કેશુભાઇ ખાખરાળા, મેહુલભાઇ સોઓરડી વાળા, સંદીપભાઇ પટેલ વિનસલ કારખાના વાળા અને વિડીયોમા દેખાતો માણસની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મેહુલભાઇ સોઓરડી વાળાએ તેમના પિતાને જામીન તરીકે વચ્ચે રાખીને બીજા માણસોને વ્યાજે રૂપીયા આપ્યા હતા તે લોકો રૂપીયા આપતા ન હોય તેની ઉઘરાણી ફરિયાદી યુવાનના પિતા પાસે કરવામાં આવતી હતી અને પૈસા ફરીયાદીના પિતાએ આપેલ હોય તે પૈસા ફરીયાદીના પિતા પાછા માંગતા પૈસા નહીં આપી અવારનવાર ધાકધમકી આપતા હતા અને આરોપી ગોપાલ ફાયનાન્સવાળા ગભલાભાઇ અને કેશુભાઇ ખાખરાળાને ફરીયાદીના પિતાએ આપેલ પૈસા પરત માંગતા મારવા દોડતા હતા અને આરોપી સંદીપભાઇ પટેલ પાસે ફરીયાદીના પિતાને મજુરીના લેવાના બાકીના રૂપીયા ન આપી તેમજ વિડીયોમા દેખાતો એક આરોપીએ વિડીયોમાં ફરીયાદીના પિતાને જાહેરમા જ્ઞાતિ વિરૂધ્ધ હડધુત કરેલ હતા જેથી કરીને તમામ આરોપીઓના ત્રાસના કારણે કંટાળીને ફરીયાદી યુવાનના પિતા બળવંતભાઇ શેખવાએ મજબુરીમાં ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ-૫૦૪, ૫૦૬, તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ), અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦ મુજબ ગુનો નોંધીને આરોપીઓ પૈકીના સંજય ઉર્ફે ગભલુ મેઘા રાતડિયા ભરવાડ (૩૪) રહે.ગઢની રાંગ ભરવાડ શેરી શક્તિ ચોક પાસે મોરબી, મેહુલ દિપક જોષી બ્રાહ્મણ (૨૯) રહે.મોરબી-૨ વરીયાનગર સોઓરડી પાસે અને રવિ ભરત જોશી બ્રાહ્મણ (૨૬) રહે.વરીયાનગર સોસાયટી સોઓરડી પાસે મોરબી-૨ ની ઉપરોકત ગુનામાં ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.




Latest News