મોરબીમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં નશાખોર શખ્સે દાનપેટી તોડી: ચોરીનો પ્રયાસ !
મોરબી જિલ્લામાં મિલકત ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર 25 સામે કાર્યવાહી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738038544.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી જિલ્લામાં મિલકત ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર 25 સામે કાર્યવાહી
મોરબી જીલ્લામાં છેલ્લા દિવસોમાં એસએમસીની ટીમે બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો પકડાયો છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા હવે જિલ્લામાં ગોડાઉન સહિતની મિકલતોને ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ સીસીટીવી કેમેરા ન હોય અને સ્ટાફની માહિતી પોલીસને આપેલ ન હોય તેવા 25 અસામીઓ ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લામાં મિલકતો ભાડે આપે, પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખે તેની માહિતી પોલીસે આપવા માટે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામાં સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવે છે જો કે તેની અમલવારી સમય અને સંજોગ મુજબ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં એસએમસીની ટીમે જુદાજુદા વિસ્તારમાં બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો પકડાયો છે જેથી કરીને હવે સ્થાનિક પોલીસે ગોડાઉન સહિતની મિકલતોને ભાડે આપનારા, મજૂરોની માહિતી પોલીસને ન આપનારા તેમજ સીસીટીવી કેમેરા ન મૂકનારા આસામીઓ સામે ગુના નોંધવાનું ચાલુ કર્યું છે અને હાલમાં મોરબી તાલુકામાં 9, મોરબી બી ડિવિઝનમાં 6, મોરબી એ ડિવિઝનમાં 3, વાંકાનેર સીટીમાં 3, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને ટંકારા તાલુકામાં 1 ગુનો નોંધાયેલ છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)