ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકો માટે ફી સર્જરી કેમ્પ યોજાશે


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકો માટે ફી સર્જરી કેમ્પ યોજાશે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી તથા ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મોરબીના સહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સયુંકત ઉપક્રમે મફત નિદાન તેમજ મફત સર્જરી કેમ્પનું આયોજન કરેલ છે. આગામી તા. ૨૦-૧૧ શનિવારના રોજ મોરબી સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગ ખાતે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં અમદાવાદના ખ્યાત નામ ડૉ. જ્યુલ કામદાર (નવજાત શિશુબાળકો ના સર્જન) ડૉ. નીશ્ચલ નાયક (કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જન) ઉપસ્થિત રહી નિદાન કરશે. આ કેમ્પનો લાભ લેવા માટે ડૉ. પ્રદીપ કે. દુધરેજીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ હોસ્પિટલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતિરા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. કેમ્પમાં કપાયેલા હોઠ ફાટેલા તાળવાની સારવાર તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ (૦ થી ૧૮ વર્ષ) ના બાળકોની તમામ સર્જરીનું નિદાન તથા સારવાર થશે. કેમ્પ અંગે વધુ માહિતી માટે ૯૪૨૮૨૪૯૯૮૨ પર સંપર્ક કરી શકાશે.






Latest News