મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં લેવાયેલ NMMS પરીક્ષાની મોક ટેસ્ટમાં માધાપરવાડી શાળાની બાળાએ મેળવ્યો પ્રથમ નંબર


SHARE











મોરબી તાલુકામાં લેવાયેલ NMMS પરીક્ષાની મોક ટેસ્ટમાં માધાપરવાડી શાળાની બાળાએ મેળવ્યો પ્રથમ નંબર

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના બાળકોને વધુને વધુ સરકારી સર્વિસ પ્રાપ્ત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે, એ માટે તેઓ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતા રહે છે,ગર્વમેન્ટ જોબ રિકૃમેન્ટનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા થાય એ માટે કોમન એંટર્સ ટેસ્ટ,નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશિપ NMMS પરીક્ષા પ્રાથમિક લેવલથી આપતા થાય અને મોરબી જિલ્લાનું સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે નિઃશુલ્ક વર્ગો અને માર્ગદર્શન સેમિનાર શનિવારે અને રવિવારે રજાના દિવસોમાં ચલાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને NMMS પરીક્ષાની સારામાં સારી પૂર્વ તૈયારી કરી શકે, મોરબી તાલુકામાં આંબાવાડી, જેતપર, ડાયમંડનગર (આમરણ), બાજીરાજબા કન્યા તાલુકા શાળા નંબર:-2,મહેન્દ્રનગર, વગેરે શાળાઓમાં NMMS ના કોચિંગ કલાસ ચાલે છે, જેમાં આજુબાજુ ની અનેક શાળાઓના બાળકો શનિ, રવિવારે ક્લાસમાં આવે છે, આજ રોજ આ તમામ કેન્દ્રો પર મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા કક્ષાએ 180 પ્રશ્નોનું પેપર તૈયાર કરવામાં આવ્યું હતું જેના વિદ્યાર્થીઓએ ત્રણ કલાકમાં OMR સીટમાં જવાબ લખવાના હતા.જેમાં સમગ્ર મોરબી તાલુકામાંથી 363 વિદ્યાર્થીઓએ 180 માર્કની મોક ટેસ્ટ આપી હતી જેમાં PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળા વંદના હંસરાજભાઈ પરમારે 147 માર્ક પ્રાપ્ત કરી તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારવા બદલ વંદનાને કોટી કોટી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.






Latest News