મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો
SHARE








મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ સહિત બે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેવસર ગામના રહેવાસી ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવે (59) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કિશનભાઇ મુળાજીભાઈ જોશી અને તેની દીકરીના જેઠ હામથાજી મુળાજી દવે રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓ તેની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો અને જેઠ હામથાજીએ ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને દુઃખ ત્રાસથી કંટાળીને ફરિયાદીની દીકરીએ ગત્ત તા. 7/2 ના રોજ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ અને જેઠ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

