મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE







વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું

વાંકાનેર નજીક બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની આડે આધેડે કૂદકો માર્યો હતો જેથી કરીને આધેડનું મોત નીપજયું હતું જે બનાવની રેલવે સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ જદુરામભાઈ રાઠોડ (55)એ વાંકાનેરમાં આવેલ બ્રહ્મસમાજ સોસાયટી પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી રેલ્વે ટ્રેન નીકળી હતી ત્યારે તે રેલ્વે ટ્રેનની આડે કોઈ અગમ્ય કારણોસર તેને કૂદકો માર્યો હતો જેથી કરીને ગંભરી ઇજા થયેલ હોવાથી એ આધેડનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આપઘાતના આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્તર પ્રણવકુમાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે તેમની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક આધેડ રિક્ષા ચલાવતા હતા જો કે, કયા કારણોસર આ પગલું તેમણે ભરેલ છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

નંગ બીયર મળ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા મયુરભાઈ સુરેશભાઈ મકવાણાના રહેણાંક મકાન પાસેથી પોલીસ દ્વારા બિયરના છ નંગ કબ્જે કરવામાં આવ્યા છે અને 828 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે જો કેરેડ દરમિયાન મયુરભાઈ સુરેશભાઈ મકવાણા હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News