ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડા બાદ પકડાયેલા ડ્રગ્સના ગુનામાં ૪ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના ઝીંઝુડા બાદ પકડાયેલા ડ્રગ્સના ગુનામાં ૪ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત એ.ટી.એસ. પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહેલ છે જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્ઝના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે ત્યારે મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામે મકાનમાં રેડ કરીને ૧૨૦ કિલો હેરોઈનનો જપ્ત કરેલ હતુ અને તેની તપાસમાં પકડાયેલા આરોપીઓને મોરબીની કોરટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના ઝીંઝુડા ગામેથી ૬૦૦ કરોડના ડ્રગસ સાથે મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ અને ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવેલ હતી ત્યારબાદ તેઓને મોરબી જીલ્લાના સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજૂ કરતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓના ૧૨ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર થયેલ હતા તેની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો વધુ જથ્થો દેવભૂમી દ્વારકા જીલ્લાના નાવદ્રા ગામે ડ્રગ્સ હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને એ.ટી.એસ.ની ટીમે મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, રહે. નાવદ્રા વાળાના ઘરમાથી ૨૪ કિલો હેરોઈનના જથ્થા સાથે આરોપીને પકડવામાં આવેલ હતો આ ઉપરાંત ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા અને  અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે: મન્નીવાલી નામના શખ્સને શિરોહી રાજસ્થાન નજીકથી ઝડપી લીધેલ હતો અને બોંટેડ ઈસા રાવના દીકરા હુસેન રાવને પણ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો આ ચારેય આરોપીઓ મોરબીથી પકડાયેલા માલ પછી તપાસમાં પકડાયેલ હોવાથી તેને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને મોરબીની સ્પેશિયલ કોર્ટ દ્વારા ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે 






Latest News