મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં સવારે ચોમાસા જેવો વરસાદ કમોસમી વરસાદ !: જીલ્લામાં વરસાદી વાતાવરણ, ખેડૂતોને નુકશાન


SHARE











મોરબી શહેર-તાલુકામાં સવારે ચોમાસા જેવો વરસાદ કમોસમી વરસાદ !: જીલ્લામાં વરસાદી વાતાવરણ, ખેડૂતોને નુકશાન

મોરબી શહેર અને તાલુકામાં આજે સવારે ચોમાસા જેવો વરસાદ શરૂ થયો હતો અને શહેરના રોડ રસ્તા ઉપરથી કમોસમી વરસાદના પાણી વહી ગયા હતા જેથી કરીને સ્વેટર પહેરીને ઘરેથી નીકળેલા લોકો મુઝવણમાં મુકાયા હતા આટલું જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં કપાસ મગફળી સહિતના જે પાક તૈયાર હતા તેના ઉપર આ કમોસમી વરસાદનું પાણી પાડવાના લીધે ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો જૂટવાઇ જાય તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે

મોરબી જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં ગઇકાલે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ગઇકાલે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને માળીયા, વાંકાનેર સહિતના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને સવા આઠેક વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં હોય તેવો વરસાદ હાલમાં શિયાળામાં પડી રહ્યો હોવાથી ઘરેથી ખરીદી કરવા માટે સ્વેટર પડેરીને નીકળેલા લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લાના વાતાવરણમાં જે પલટો આવેલ છે તેના લીધે બોડકી, ઝીંઝુડા, નાગડાવાસ, સરવડ, ભાવપર, મોટા-નાના ભેલા, બિલિયા, બગથળા, માળીયા, મોરબી અને જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકશાની થયેલ છે અને હાલમાં પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વાદળછાયું વાતાવરણ હોય વરસાદ પડે તેવી શક્યતા સેવાઇ રહી છે 






Latest News