મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર
Breaking news
Morbi Today

મોરબીમાં અવાર નવાર ફોન કરતાં યુવાનને તેના જ મિત્રએ બોલાચાલી કરીને બેટ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE















મોરબીમાં અવાર નવાર ફોન કરતાં યુવાનને તેના જ મિત્રએ બોલાચાલી કરીને બેટ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના લાલપર ગામ પાસે અજંતા ઓરશન ઝોન ફ્લેટમાં રહેતો યુવાન અવારનવાર તેના મિત્રને ફોન કરતો હતો જે બાબતે યુવાનના મિત્રએ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને બેટ વડે શરીર ઉપર માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રફાળેશ્વર ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામ પાસે અજંતા ઓરશન ઝોન ફ્લેટ સી-એ બિલ્ડીંગ બ્લોક નંબર 304 માં રહેતા અશોકભાઈ દલાભાઈ રાઠોડ (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિતેશભાઈ દિનેશભાઈ રાવળદેવ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે અને હિતેશભાઈ બંને એકબીજાના મિત્ર હતા અને ફરિયાદી તેને અવારનવાર ફોન કરતો હતો જે બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે હિતેશભાઈએ ફરિયાદીના હાથમાં રહેલ બેટ વડે ફરિયાદીને જમણા હાથના ખભા ઉપર, વાસાના ભાગે, જમણા પગના ઢીંચણમાં, બંને પગના તળિયામાં અને ડાબા હાથના અંગૂઠાના ભાગે માર માર્યો હતો અને ઈજા કરી હતી તેમજ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસની આગળની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી વી.બી. દલવાડી કરી છે

દવા પી જતા સારવારમાં
મોરબીના નવાગામ (લખધીરનગર) ના રહેવાસી મનસુખભાઈ મોહનભાઈ અઘારા પટેલ (૬૨) નામના વૃધ્ધે મચ્છુ ડેમ પાસે કોઈ કારણસર દવા પી લેતાં તેઓને મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના બંધુનગર પાસે વેરોના સિરામીકની બહાર અજાણ્યા મોટરસાયકલ સાથે અથડામણ થતા રેખાબેન શંકરભાઈ કોળી રહે.મેથાણ તાલુકો ધાંગધ્રાને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.મોરબીના રફાળેશ્વર ગામે પાનેલી રોડ ખાતે રહેતા જેઠાભાઈ નાનજીભાઈ દેવીપુજક નામના ૭૦ વર્ષના વૃદ્ધ રફાળેશ્વર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા.ત્યારે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા તેઓને ઇજા પામેલ હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.


યુવાન-વૃદ્ધ સારવારમાં
મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કોઈ અગમ્ય કારણોસર મિલનકુમાર રામોલિયા હાલ રહે.મોરબી એનવીપી હોસ્ટેલ પાસે કેસરબાગ નજીક મૂળ રહે.સાપર તા.બગસરા જી.અમરેલી નામના યુવાને દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.તેમજ રામનગર (ખારચિયા) ગામે રહેતા મૂળજીભાઈ ચકુભાઇ શેરસીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધ એકટીવામાં બેસીને જતા હતા.ત્યારે ખારચિયા નજીક એકટીવા સ્લીપ થઈ જતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News