મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટીના ગેટ પાસેથી બાઈકની ઉઠાંતરી


SHARE









મોરબીની આલાપ સોસાયટીના ગેટ પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં આવેલ આલાપ સોસાયટીના મેઈન ગેટ પાસે યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 40,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઈ શ્રી હાઈટસ નંબર 603 માં રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ઉભડીયા (23) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાના ફુવા હરજીવનભાઈ ગોઠીનું બાઈક નંબર જીજે 3 ઇબી 1104 છેલ્લા છ મહિનાથી પોતાના કામ સબબ ઉપયોગમાં લેતા હતા અને પોતાના ઘરેથી આલાપ સોસાયટીમાં રહેતા અંકુરભાઈ પટેલને ત્યાં જતો હતો અને ત્યાંથી તેઓ ફોરવિલ ગાડીમાં પોતાની નોકરીએ જતા હતા અને ત્યાં તેણે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 40,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

મોબાઈલ પડી ગયો

મોરબીમાં ઋષિકેશ સ્કૂલ પાસે આવેલ કમલા પાર્ક સોસાયટીમાં રહેતા અમનભાઈ શિવભોલાભાઈ તિવારી (26) નામનો યુવાન પોતાના ઘરેથી ગોપાલ સોસાયટી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગત તા. 16/2 ના રાત્રિના 9:00 થી 10:00 વાગ્યાના અરસામાં તેનો મોબાઈલ પડી ગયો હતો જેથી આ અંગેની તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News